UPI Payment: UPI Paymentથી ભુલથી ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર થઇ જાય તો આ ટ્રિકનો ઉપયોગ કરો રૂપિયા પરત મળી જશે.

UPI Payment: આજકાલ ટેક્નોલોજીના સમયમાં દરેક ચીજ સરળ બની છે. ક્યારેક ખોટા નંબર પર પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય તેવું પણ બને છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો તમે તેના માટે ફરિયાદ કરી શકો છો.

UPI Payment

પરંતુ આ કામના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. યૂપીઆઈ પેમેન્ટની મદદથી તમામ પ્રકારના પેમેન્ટ થઈ જાય છે. એટલે કે ચાની કીટલીથી લઈને ટીવીની દુકાન સુધી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો. કેમકે યૂપીઆઈથી પેમેન્ટ જલ્દી થાય છે. એવામાં ક્યારેક ખોટા નંબર પર પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય તેવું પણ બને છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો તમે તેના માટે ફરિયાદ કરી શકો છો. આ કામ કરતાની સાથે તમારા રૂપિયા તમને પાછા મળી જશે

ટોલ ફ્રી નંબર પર કરો ફોન

UPI Payment : જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન ખોટું કર્યું છે અને તમારા રૂપિયા ફસાઈ ગયા છે તો તમે બેંકની બ્રાન્ચ પર જઈને કે કસ્ટમર કેયર પર પણ ફોન કરી શકો છો. આ માટે તમારે ટોલ ફ્રી નંબર 18001201740 પર ફોન કરવાનો રહેશે. અહીં તમે ટ્રાન્ઝેક્શન પ્રૂફ આપો. તમે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા એટલે કે NPCIની વેબસાઈટ પર જઈને ફરિયાદ કરી શકો છો. અહીંથી તમે રિફંડ મેળવી શકો છો.

ભુલથી ખોટા નંબર પર પૈસા ટ્રાન્સફર થઇ જાય તો આ ટ્રિકનો ઉપયોગ કરો

ભારતમાં કેટલાક વર્ષોથી ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. દરેક સ્ટોર પર તેની સરળ ઉપલબ્ધતા અને ઇન્ટરનેટ ઍક્સેસને કારણે, તે ખૂબ જ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. વધુને વધુ લોકો પેમેન્ટ માટે ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

વધુ વાંચો

Ration Card News: રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, ચોખા અને ઘઉં અંગેના આ જૂના નિયમો બદલાશે, જાણો વધુ માહિતી

પરંતુ જો ભૂલથી તમારા પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તો? જો આવું થાય તો ગભરાશો નહીં. કારણ કે ખોટા UPI અથવા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા પછી પણ તે હાંસલ કરી શકાય છે. તો આવો જાણીએ કેવી રીતે…

ભુલથી ખોટા નંબર પર UPI Payment થઇ જાય તો શું કરશો

UPI Payment ; જો તમે કોઈ ખોટા નંબર પર તમારા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે તો તેને પરત લેવાનું કામ મુશ્કેલ બને છે. લોકો સરળતાથી ટ્રાન્ઝેક્શન પરત કરતા નથી. આવું થાય તો સૌથી પહેલા તમે યૂપીઆઈ એપ પર જાઓ અને અહીં કમ્પલેન લખો. અહીં તમારે તમારા ટ્રાન્ઝેક્શનનું પ્રૂફ આપવાનું રહેશે. તપાસ બાદ તમને તમારા રૂપિયા પરત મળી જશે.

Leave a Comment